PM Modi meet Tulsi Gabbard: અમેરિકા પહોંચ્યા બાદ PM મોદીએ તુલસીની મુલાકાત લીધી, જાણો કોણ છે આ ભારતીય મૂળની મહિલા?

Arati Parmar
3 Min Read

PM Modi meet Tulsi Gabbard: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સનો બે દિવસનો પ્રવાસ પૂર્ણ કરીને અમેરિકા પહોંચ્યા છે, અમેરિકામાં વડાપ્રધાન મોદીનું લાલ જાજમ પાથરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી ભારતીય સમય પ્રમાણે લગભગ સાડા 4 વાગ્યે અમેરિકા પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલીવાર અમેરિકા જઈ રહ્યા છે, આ પ્રવાસ ભારત અને અમેરિકા બન્ને માટે બહુ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ અમેરિકા પહોંચતાની સાથે જ તેમના આગામી કામકાજ અને બન્ને દેશોના સંબંધો મજબૂત બનાવવા માટેના પ્રયાસો થશે તેની વાત કરી છે. ભારત અને અમેરિકાના સંબંધો વધારે મજબૂત બનાવવા અને બન્ને દેશના વિકાસમાં હરણફાળ લાવવા માટે કેવા પ્રયાસો થઈ શકે તે અંગે પણ બન્ને દેશના વડા વચ્ચે મહત્વની ચર્ચા થશે. આ સાથે જ દુનિયાના દેશોની સ્થિતિ અંગે પણ આ મુલાકાત દરમિયાન ચર્ચા થઈ શકે છે. વડાપ્રધાન મોદી અમેરિકા પહોંચતા ત્યાં રહેતા ભારતીય સમુદાયોમાં પણ જબરજસ્ત ઉત્સાહ છે, મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો વડાપ્રધાન મોદીને મળ્યા હતા.

વડાપ્રધાન મોદી પોતાની અમેરિકા મુલાકાતના પહેલા જ દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ સાથે વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસ દરમિયાન બિઝનેસ લીડર્સ અને ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરવાના છે. વડાપ્રધાન મોદી અમેરિકા સાથે ટેરિફ કે જે હાલનો સૌથી મહત્વનો મુદ્દો છે તેના પર વાત કરી શકે છે અને આ સાથે બન્ને દેશના સંરક્ષણ સંબંધો પર પણ થઈ શકે છે. આ સિવાય ટ્રેડ, હેલ્થ, સંસ્કૃતિ વગેરે મુદ્દાને પણ ધ્યાનમાં લેવામાં આવી શકે છે.

- Advertisement -

અમેરિકા દ્વારા ઘણાં દેશો પર ટેરિફની નીતિની જાહેરાત કરી છે જેની અસર ગ્લોબલ માર્કેટની સાથે શેરમાર્કેટમાં પણ જોવા મળી રહી છે. આવામાં ભારત અમેરિકા સાથેના સંબંધો વધારે સુદ્રઢ અને મજબૂત બને તે દિશામાં કામ કરશે. વડાપ્રધાનના અમેરિકા પ્રવાસ પર માત્ર ભારત નહીં પરંતુ દુનિયાના દેશોની નજર છે, કારણ કે અહીં દુનિયાના વિવિધ પ્રશ્નોની પણ ચર્ચા થઈ રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં જઈને મુલાકાતનો દોર શરુ કરી દીધો છે જેમાં તેઓ સૌથી પહેલા અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબ્બાર્ડને મળ્યા છે. અહીં વડાપ્રધાન મોદીએ તુલસી સાથે ભારત અને અમેરિકાની મિત્રતાના સંબંધો અંગે પણ ચર્ચા કરી હોવાનું જણાવ્યું હતું.

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચ્યા બાદ ભારતીય સમય પ્રમાણે સાડા 5 વાગ્યે X પર લખ્યું હતું કે, થોડા સમય પહેલા વોશિંગટન પહોંચ્યો છું, આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાતમાં ભારત અમેરિકા રણનીતિક ભાગીદારી પર વાતચીત થશે. ભારત અને અમેરિકા પોતાના નાગરિકોના સારા માટે અને દુનિયાના સારા ભવિષ્ય માટે મળીને કામ કરશે.

- Advertisement -
Share This Article