Donald Trump: સુનિતા વિલ્યમ્સ અને બુચ વિલ્મોરને તેઓના ”ઑવરટાઈમ” માટે કાનુન પ્રમાણે રોજના પાંચ ડૉલર્સ મળી શકે તેમ છે. તેથી પ્રમુખ ટ્રમ્પે કહ્યું છે કે તેઓને ઑવરટાઈમ માટે આટલી નાની રકમ ન અપાય, તેઓને હું મારા ખિસ્સામાંથી વધારાના ડૉલર આપીશ.
પોતાની ઓવલ ઑફિસમાં પત્રકારો સાથેની મુલાકાતમાં પ્રમુખ ટ્રમ્પનું પત્રકારે તે અંગે ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે, ”તે બંને અંતરિક્ષયાત્રીઓને તેમના ૨૮૬ દિવસના એકસ્ટ્રા ટાઈમ માટે રોજના પાંચ ડૉલર ગણતા માત્ર ૧૪૩૦ ડૉલર જ મળી શકે તેમ છે. તો તે અંગે આવીને શું કહેવાનું છે ?” ત્યારે પ્રમુખે કહ્યું, કોઈએ હજી સુધી મારું તે પ્રત્યે ધ્યાન જ દોર્યું ન હતું. પરંતુ તેઓને (સામાન્ય કામના કર્મચારી કરતા) વધુ રકમ આપવી જ જોઈએ. તે હું આ મારા ખિસ્સામાંથી આપીશ. હું સમજું જ છું કે તે પણ તેઓને માટે તે રકમ પણ પુરતી નહીં હોય.
આ સાથે પ્રમુખે એસ્ટ્રોનોટસને પાછા લાવવા માટે ઈલોન મસ્કે કરેલા અસામાન્ય પ્રયાસો માટે તેઓનો આભાર પણ માન્યો હતો.
”નાસા”ના ઓપરેશન્સ મિશન ડાયરેકટરેટના જીમી રસેલને ટાંકતા જણાવે છે કે તે એસ્ટ્રોલોટસ વાસ્તવમાં સરકારે કરેલા આયોજનને લીધે અંતરિક્ષમાં ગયા હતા. તેથી તેઓ વીક એન્ડ વે અને હોલિ-ડે માટે પણ કાનુન પ્રમાણે વળતર માગવાના હક્કદાર છે.