Government Electricity Saving Scheme : ગરમીની સિઝનમાં એસી ચલાવવાથી વીજળી બિલ વધી જાય છે, પરંતુ સરકારે કેટલીક એવી ટિપ્સ આપી છે, જેનાથી તમે વીજળી બચાવી શકો છો અને બિલ ઘટાડી શકો છો. હવે તમે ટેન્શન ફ્રી થઈને ગરમીમાં એસીની મજા માણી શકો છો. જાણો કેવી રીતે.
ગરમીની સિઝનમાં વીજળી બિલ વધારે આવે છે. તેની પાછળ ઘણા કારણો હોય છે. સૌથી મોટું કારણ છે એસી. એસી ચલાવવાથી વીજળી બિલ વધારે આવે છે. ગરમી સામે રાહત મેળવવા માટે તમે એસી ચલાવો છો અને મહિનાના અંતમાં જ્યારે વીજળી બિલ સામે આવે છે, તો એસી ચલાવવા પર પસ્તાવો થાય છે.
આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપવા જઈ રહ્યા છે, જેની મદદથી તમે સરળતાથી વીજળી બિલ બચાવી શકો છો. કેન્દ્ર અને રાજ્ય સરકાર સમય-સમય પર લોકોને તેના વિશે જાણકારી આપે છે, આમાં તમારે ઘણી વાતોનું વિશેષ ધ્યાન રાખવાનું હોય છે. ઉર્જા મંત્રાલયે એકવાર ફરીથી લોકોને એસીના કારણે વધારે આવનારા ઈલેક્ટ્રિસિટી બિલને કંટ્રોલ કરવાના ઉપાય જણાવ્યા છે.
ઉર્જા મંત્રાલયની સલાહ-
કેન્દ્રીય ઉર્જા મંત્રાલયે કહ્યું કે, પાણીના પંપ, એસી, કૂલર અને પંખા વીજળી બચાવવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. જો તમે કોઈ રૂમમાં ન હોવ તો, પંખો, કૂલર કે એસી ન ચલાવવું જોઈએ. આવું કરવાથી તમારા ઘરનું વીજળી બિલ વધશે. જો તમે પણ આ સમસ્યાથી બચવા માંગો છો, તો તમારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે, તમે વીજળીનો ઉપયોગ માત્ર જરૂર પૂરતો જ કરો. આવું કરવાથી તમારું વીજળી બિલ ઘણી હદ સુધી ઘટી જશે.
જો વોટર પંપ વધારે વીજળી ખર્ચ કરે છે, તો તમે આલાર્મ બેલનો પણ ઉપયોગ કરી શકો છો. એટલે કે, વોટર પંપની મદદથી આ કરવું તમારા માટે સરળ થઈ જાય છે. વોટર પંપ સામાન્ય રીતે બહુ વધારે વીજળી ખર્ચ કરે છે અને લોકો ગરમીની સિઝનમાં તેના પર ધ્યાન આપતા નથી. તમારે તેનું પૂરુ ધ્યાન રાખવું જોઈએ. એક ભૂલ તમને મોટું નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત, ગરમીમાં અન્ય ઘણા ઉપકરણો હોય છે, જેનો ઉપયોગ વધારે થાય છે.
AC પસંદ કરતી વખતે આ વાત ધ્યાનમાં રાખો-
AC વાપરતી વખતે, તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે, ACની સાથે પંખો પણ ચલાવવો જોઈએ. આનાથી AC પરનો ભાર ઓછો થશે અને રૂમ ઝડપથી ઠંડો થશે. આ ઉપરાંત, રિમોટથી AC બંધ કર્યા પછી તેની સ્વિચ ઓફ કરવાનું ભૂલશો નહીં. કારણ કે, જ્યાં સુધી સ્વિચ ચાલુ હોય ત્યાં સુધી AC વીજળીનો વપરાશ કરતું રહે છે.
તમારે ઈન્વર્ટર અને નોન-ઈન્વર્ટર ACનું પણ પૂરુ ધ્યાન રાખવું જોઈએ. હંમેશા ઈન્વર્ટર AC ખરીદો. તેનો ઉપયોગ કરવાથી વીજળી બચત થાય છે. કમ્પ્રેસરની પસંદગી બહુ જ મહત્વપૂર્ણ હોય છે. ACમાં સૌથી વધારે વીજળી કમ્પ્રેસર જ વપરાશ કરે છે.