Face Pack for Glowing Skin: દિવાળી પર ચહેરા પર નેચરલ ગ્લો માટે મલાઈના ફેસ પેક, ચણાનો લોટ, કેસર અને હળદર સાથે

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Face Pack for Glowing Skin: ફેસ્ટિવલ સિઝન આવતા જ આપણે બધા ઇચ્છીએ છીએ કે આપણી ત્વચા ગ્લોઈંગ દેખાય. જોકે, નવા કપડા, જ્વેલરી અને મેકઅપ ત્યારે જ સારા દેખાયછે, જ્યારે આપણી ત્વચા પર ગ્લો હોય. જો તમે પણ દિવાળી દરમિયાન ચહેરા પર ગ્લો મેળવવા ઈચ્છતા હોવ, તો તમારે મલાઈનો ઉપયોગ કરવો જોઈએ.

હા, દૂધની મલાઈ તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, ખાસ કરીને જો તમારી ત્વચા ડ્રાય હોય. તમે મલાઈનો ઉપયોગ કરીને ઘરે કેટલાક ફેસ પેક તૈયાર કરી શકો છો, જે તમારા ચહેરા પર નેચરલ ગ્લો લાવશે અને તેને સ્વસ્થ રાખશે. ચાલો જાણીએ આ ફેસ પેક વિશે.

ચણાનો લોટ અને મલાઈનો ફેસ પેક

આ પેક ડ્રાય ત્વચા ધરાવતા લોકો અથવા ટેનિંગ અને ડાઘ-ધબ્બાની સમસ્યા ધરાવતા લોકો માટે પરફેક્ટ હોઈ શકે છે.

સામગ્રી

  • 1 ચમચી તાજી મલાઈ
  • 1 ચમચી ચણાનો લોટ
  • અડધી ચમચી મધ

ઉપયોગ કરવાની રીત

પેસ્ટ બનાવવા માટે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. આ પેસ્ટને તમારા ચહેરા અને ગરદન પર સમાનરૂપે લગાવો અને તેને 15-20 મિનિટ સુધી સૂકવવા દો. પેસ્ટ સુકાઈ ગયા પછી, સર્ક્યુલર મોશનમાં હળવા હાથે સ્ક્રબ કરો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો.

કેસર અને મલાઈનો ફેસ પેક

જો તમારી ત્વચા ડલ અને ડ્રાય લાગે છે, તો આ ફેસ પેક અજમાવી જુઓ. કેસર ત્વચામાં કુદરતી ચમક અને ગુલાબી રંગ લાવવા માટે જાણીતું છે. તે ડ્રાયનેસને પણ દૂર કરે છે.

સામગ્રી

  • 1 ચમચી મલાઈ
  • 4-5 કેસરના તાંતણા
  • અડધી ચમચી ચંદન પાવડર

ઉપયોગ કરવાની રીત

કેસરના તાંતણાઓને મલાઈમાં 10 મિનિટ માટે પલાળી રાખો. જેથી તેનો રંગ અને ગુણધર્મો મલાઈમાં ભળી જાય. આ પછી, ચંદન પાવડર ઉમેરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી તેને ધોઈ લો.

હળદર અને મલાઈનો ફેસ પેક

હળદર એક શક્તિશાળી એન્ટી-ઈફ્લેમેટરી અને એન્ટી-ઓકિસડન્ટ એજન્ટ છે. મલાઈ સાથે મિક્સ કરીને, તે ત્વચાના ટોનને બ્રાઈટ અને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે. તે ડાઘ પણ ઘટાડે છે અને ત્વચાને નરમ બનાવે છે.

સામગ્રી

  • 1 ચમચી મલાઈ
  • એક ચપટી હળદર પાવડર
  • અડધી ચમચી ગુલાબજળ

ઉપયોગ કરવાની રીત

બધી સામગ્રીને મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને 15-20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદછી હળવા હાથે માલિશ કરતા ફેસ પેકને સાફ કરો અને પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.

Share This Article