Vegetables to Reduce Uric Acid: આજકાલ કેટલીક સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે, તેમાંથી એક છે યુરિક એસિડની સમસ્યા. આ સમસ્યા વધુને વધુ લોકોને તેનો શિકાર બનાવી રહી છે. તેની પાછળનું મુખ્ય કારણ ખરાબ ખાનપાન અને ખરાબ લાઇફસ્ટાઇલ છે. યુરિક એસિડના કારણે પંજા અને આંગળીઓમાં દુ:ખાવો થાય છે. તે એક પ્રકારનું કેમિકલ છે જે ભોજનમાંથી મેળવેલા પ્યુરિનને કારણે શરીરમાં ઉત્પન્ન થાય છે. રોજિંદા ખાનપાનમાં વપરાતી ઘણી વસ્તુઓમાં પ્યુરિન હોય છે અને તેથી શરીરમાં પ્યુરિન (Purine) વધવાનું જોખમ પણ વધારે હોય છે. આવી સ્થિતિમાં તેને કંટ્રોલ કરવાનો ઉપાયો પણ છે. એટલે કે સુધારેલી લાઇફસ્ટાઇલ અને યોગ્ય ખાનપાન. જો તમે પણ યુરિક એસિડના વધતા લેવલથી પરેશાન છો, તો તમે તમારા ડાયેટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને તેનાથી છુટકારો મેળવી શકો છો.
યુરિક એસિડ વધવાના કારણો: સામાન્ય રીતે આપણી કિડની યુરિક એસિડને ફિલ્ટર કરીને તેને શરીરમાંથી બહાર ફેંકી દે છે. પરંતુ, જ્યારે યુરિક એસિડનું લેવલ ખૂબ વધી જાય છે, ત્યારે કિડની માટે તેને ફિલ્ટર કરવું મુશ્કેલ બની શકે છે.
આ શાકભાજીઓ યુરિક એસિડ લેવલ ઘટાડશે: આ શાકભાજીઓનું સેવન કરી શકો છો જે શરીરમાંથી યુરિક એસિડને બહાર કાઢવામાં મદદ કરે છે.