Hoarse Voice During Cold: શરદી-ઉધરસ દરમિયાન ગળાનો અવાજ કેમ થાય છે ભારે અને કર્કશ, જાણો વૈજ્ઞાનિક કારણ અને રાહતના ઉપાય

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Hoarse Voice During Cold: શું તમે ક્યારેય વિચાર્યું છે કે શરીરમાં શરદી-ઉધરસ થાય ત્યારે ગાળાનો આવાજ કેમ બદલાઈ જાય છે? ઘણી વખત તે ઓળખાતો પણ નથી, અથવા ખૂબ જ ધીમો અને કર્કશ થઈ જાય છે. તે સમયે તમારા વોંકલ કોર્ડર્સ (જે હવાની સાથે કંપન કરીને આવાજ ઉત્પન્ન કરે છે)માં સોજો આવી જાય છે. આ શરીરના અંદર ચાલી રહેલી એક પ્રક્રિયાની અસર છે.

ગાળામાં સોજો આવવાનું સૌથી મોટું કારણ

જ્યારે શરદી કે વાયરલ ચેપ શરીરને જકડી લે છે, ત્યારે તેની અસર ફક્ત નાક કે ગળા સુધી મર્યાદિત નથી રહેતી. અવાજ ઉત્પન્ન કરતી વોકલ કોર્ડ્સ એટલે સ્વર-તાંત્રિકાઓ પણ પ્રભાવિત થાય છે. આ સ્વર તંત્રિકાઓ તમારા ગળામાં હોય છે, જે હવા પસાર થવા પર કંપન કરે છે અને અવાજ બનાવે છે. જ્યારે તેમાં સોજો આવે તેને ડૉક્ટરી ભાષામાં લેરિન્જાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે – ત્યારે તે જાડા અને ભારે થઈ જાય છે. પરિણામે, તેનું કંપન ધીમું પડી જાય છે, જેના કારણે અવાજ ઊંડો અથવા કર્કશ લાગે છે.

કફની અસર

શરદી દરમિયાન ગાળામાં રહેલો કફ પણ તમારા આવાજને બદલી નાખે છે. જેનું સ્તર સ્વર તંત્રિકાઓ પર જામી જાય છે, જેનાથી તે ખૂલીને કંપન કરી શકતી નથી. જે ખરાશ અને અલગ સ્વર થવાનું એક મોટું કારણ આ જ હોય છે. ઘણી વખત શરદી મટી ગયા પછી પણ, જો કફનું સ્તર લાંબા સમય સુધી બન્યું રહે તો અવાજને નૉર્મલ થવા માટે સમય લાગે છે.

ઉધરસથી સમસ્યાઓ વધે છે

જ્યારે ગળું ખરાબ હોય છે ત્યારે તમે વારંવાર ઉધરસ ખાવાની અથવા ગળું સાફ કરવાનો પ્રયત્ન કરો છો. પરંતુ આ ટેવ ખોટી અસર પહોંચાડી શકે છે. આવું કરવાથી વોંકલ કોડર્સ પર દબાણ વધી શકે છે. અને તેમાં ખેચાણ સર્જાય છે. પરિણામે અવાજ થાકેલો અને ફાટેલો લાગે છે.

અવાજ ભારે  કેમ સંભળાય છે?

જ્યારે વોંકલ કોડર્સમાં સોજો આવી જાય છે, ત્યારે તેનું કદ વધી જતું હોય છે. આ બિલકુલ એવી જ રીતે છે કે જેમ તંતુવાદ્ય વાજિંત્રોના જાડા તારો જાડો અવાજ કાઢે છે. એમ સોજેલી સ્વર તંત્રિકાઓ ધીરે-ધીરે કંપન કરે છે. અને તેની કંપન આવૃત્તિ ઘટે છે, જેનાથી અવાજ ભારે અને જાડો બને છે.

રાહત મેળાવવાના સરળ ઉપાય

આખો દિવસ પૂરતું પાણી પીવો અને જો સંભવ હોય તો રૂમમાં હ્યુમિડિફાયરનો ઉપયોગ કરો. જેનાથી ગાળામાં સોજો ઓછો થાય છે અને કફ પાતળો થાય છે. આવા સમય વખતે ઓછું બોલો કારણ કે ગળાને આરામ દેવો ખૂબ જ જરૂરી છે. ધીમે વધારે ઝડપ અથવા જોરથી બોલવાથી વોંકલ કોડર્સ થાકી જાય છે. જેથી સારું છે કે થોડો સમય ગળાને એકદમ શાંતિ આપો. જો બે ત્રણ અઠવાડિયા પછી પણ અવાજ સુધરતો નથી તો આ કોઈ ઊંડી સમસ્યાનો સંકેત છે. જે વોંકલ કોડર્સ પર ગાંઠ અથવા એસિડ રિફ્લક્સ પણ હોય શકે.

Share This Article