Vegetables to Reduce Uric Acid: યુરિક એસિડ ઘટાડવા માટે ઉપયોગી શાકભાજી: ગાજર, ફણસ, દૂધી અને કાકડી

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Vegetables to Reduce Uric Acid: આજકાલ કેટલીક સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે, તેમાંથી એક છે યુરિક એસિડની સમસ્યા. આ સમસ્યા વધુને વધુ લોકોને તેનો શિકાર બનાવી રહી છે. તેની પાછળનું મુખ્ય કારણ ખરાબ ખાનપાન અને ખરાબ લાઇફસ્ટાઇલ છે. યુરિક એસિડના કારણે પંજા અને આંગળીઓમાં દુ:ખાવો થાય છે. તે એક પ્રકારનું કેમિકલ છે જે ભોજનમાંથી મેળવેલા પ્યુરિનને કારણે શરીરમાં ઉત્પન્ન થાય છે. રોજિંદા ખાનપાનમાં વપરાતી ઘણી વસ્તુઓમાં પ્યુરિન હોય છે અને તેથી શરીરમાં પ્યુરિન (Purine) વધવાનું જોખમ પણ વધારે હોય છે. આવી સ્થિતિમાં તેને કંટ્રોલ કરવાનો ઉપાયો પણ છે. એટલે કે સુધારેલી લાઇફસ્ટાઇલ અને યોગ્ય ખાનપાન. જો તમે પણ યુરિક એસિડના વધતા લેવલથી પરેશાન છો, તો તમે તમારા ડાયેટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને તેનાથી છુટકારો મેળવી શકો છો.

યુરિક એસિડ વધવાના કારણો: સામાન્ય રીતે આપણી કિડની યુરિક એસિડને ફિલ્ટર કરીને તેને શરીરમાંથી બહાર ફેંકી દે છે. પરંતુ, જ્યારે યુરિક એસિડનું લેવલ ખૂબ વધી જાય છે, ત્યારે કિડની માટે તેને ફિલ્ટર કરવું મુશ્કેલ બની શકે છે.

આ શાકભાજીઓ યુરિક એસિડ લેવલ ઘટાડશે: આ શાકભાજીઓનું સેવન કરી શકો છો જે શરીરમાંથી યુરિક એસિડને બહાર કાઢવામાં મદદ કરે છે.

ગાજર: વિટામિન્સ અને ડાયેટરી ફાઈબરથી ભરપૂર ગાજરનું સેવન કરવાથી યુરિક એસિડની સમસ્યામાં રાહત મળે છે. ગાજર ખાવાથી યુરિક એસિડ ઉત્પન્ન કરતા એન્ઝાઇમ ઘટાડવામાં મદદ મળે છે.

ફણસ: આ પૌષ્ટિક શાકભાજી યુરિક એસિડના ક્રિસ્ટલ્સને નબળા બનાવે છે અને તેને શરીરમાંથી સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે.

દૂધી, તુરિયા, ટીંડોરા: દૂધી, તુરિયા અને ટીંડોરા જેવી રસદાર શાકભાજીમાં વિટામીનની સાથે, ડાયેટરી ફાઇબર પણ જોવા મળે છે. આ શરીરમાં યુરિક એસિડનું લેવલ ઘટાડે છે.

કાકડી: આ રસદાર શાકભાજી ખાવાથી યુરિક એસિડ ઓછું કરવામાં મદદ મળે છે. આ શાકભાજી પગના અંગૂઠામાં સોજો અને સંધિવાના લક્ષણોને પણ ઘટાડે છે.

Share This Article