India Smartphone Export: ભારતમાંથી સ્માર્ટફોન એક્સપોર્ટમાં 23.4%નો ઉછાળો, જૂન ત્રિમાસિકમાં પહોંચ્યો 9.8 અબજ ડૉલર

Arati Parmar
2 Min Read

India Smartphone Export: જૂન ત્રિમાસિક દરમિયાન ભારતમાંથી સ્માર્ટફોનનો એક્સપોર્ટ 23.4% વધીને 9.8 અબજ ડૉલર સુધી પહોંચ્યો. એપ્રિલ-જૂન દરમિયાન કુલ 15.2 અબજ ડૉલરના ઇલેક્ટ્રોનિક શિપમેન્ટ વિદેશ મોકલવામાં આવ્યા. તેમાં સ્માર્ટફોન સેગમેન્ટનો હિસ્સો લગભગ બે-તૃતિયાંશ રહ્યો. મૂલ્યના હિસાબે પ્રથમ ત્રિમાસિકમાં અત્યાર સુધીનો આ સૌથી વધુ સ્માર્ટફોન એક્સપોર્ટ રહ્યો હતો. ગયા વર્ષે જૂન ત્રિમાસિકમાં ભારતમાંથી 8 અબજ ડૉલરના સ્માર્ટફોન એક્સપોર્ટ થયા હતા.

એક અહેવાલ મુજબ એક્સપોર્ટમાં તેજીનું મુખ્ય કારણ એ રહ્યું કે અમેરિકામાં મોટા પાયે આઇફોનનો એક્સપોર્ટ કરવામાં આવ્યો. તેનાથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે એપલ માટે ભારત હવે એક મહત્વપૂર્ણ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી રહ્યું છે. આ દરમિયાન કુલ ઇલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ પણ ગયા વર્ષની સરખામણીએ 24.6 ટકા વધ્યો હતો. તેમાં સ્માર્ટફોનનો હિસ્સો 64.8 ટકા રહ્યો.

- Advertisement -

અમેરિકામાં સૌથી વધુ એક્સપોર્ટ

અમેરિકા ભારતીય સ્માર્ટફોન માટે સૌથી મોટું ડેસ્ટિનેશન રહ્યું. એપ્રિલ-મે દરમિયાન ભારતના સ્માર્ટફોન એક્સપોર્ટ મૂલ્યમાં તેનો હિસ્સો 71% રહ્યો, કારણ કે એપલ અમેરિકન બજાર માટે પોતાનું પ્રોડક્શન સતત ભારતમાં શિફ્ટ કરતું રહ્યું. ઇન્ડસ્ટ્રીના અંદાજ મુજબ, સ્માર્ટફોન એક્સપોર્ટ નાણાકીય વર્ષ 2026ના 29 અબજ ડૉલરથી વધીને ચાલુ નાણાકીય વર્ષમાં 35 અબજ ડૉલર સુધી પહોંચી શકે છે.

- Advertisement -

જોકે, ઇન્ડસ્ટ્રીના અધિકારીઓ અને એનાલિસ્ટ્સે ચેતવણી આપી છે કે વર્ષના બાકીના સમય દરમિયાન આ તેજી જાળવી રાખવી મુશ્કેલ બની શકે છે. તેના ત્રણ મુખ્ય કારણો છે – ગ્લોબલ માંગમાં ઘટાડો, કમ્પોનેન્ટની વધતી કિંમત અને ભારતમાં એપલના આવનારા ફોલ્ડેબલ આઇફોનનું પ્રોડક્શન ન થવું.

રેકોર્ડ ઘટાડો

- Advertisement -

સાયબરમીડિયા રિસર્ચ (સીએમઆર)ના વાઇસ પ્રેસિડેન્ટ પ્રભુ રામે જણાવ્યું કે ભારતના સ્માર્ટફોન એક્સપોર્ટને એપલના મેન્યુફેક્ચરિંગ શિફ્ટથી લાભ મળી રહ્યો છે, પરંતુ તેમણે ચેતવણી આપી કે વૃદ્ધિ જાળવી રાખવી ગ્લોબલ માંગ પર નિર્ભર રહેશે. એક અહેવાલ મુજબ જૂન ત્રિમાસિકમાં ગ્લોબલ સ્માર્ટફોન શિપમેન્ટમાં 11%નો ઘટાડો નોંધાયો અને તે 2013 પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો.

આ ઘટાડાનું મુખ્ય કારણ મેમરી-ચિપની સતત અછત અને કમ્પોનેન્ટની વધતી કિંમત છે. તેના કારણે મેન્યુફેક્ચરર્સને વધેલી કિંમતોનો બોજ ગ્રાહકો પર નાખવો પડ્યો છે. આ વર્ષે સ્માર્ટફોન શિપમેન્ટમાં 13.9%ના રેકોર્ડ ઘટાડાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. એક અહેવાલ મુજબ મેમરી શોર્ટેજની સમસ્યા 2027 સુધી યથાવત રહેવાની આશંકા છે.

Share This Article