બનાસકાંઠાના ભીલડીમાં રાષ્ટ્રીય સ્તરે PM કિસાન ઉત્સવ દિવસની ઉજવણી, 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને મળશે સહાય
PM Kisan 24th Installment: રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 30 ઑક્ટોબરે બનાસકાંઠાના ભીલડીમાં રાષ્ટ્રીય સ્તરે ‘PM કિસાન ઉત્સવ દિવસ’ ઉજવવામાં આવશે. વાઘાણીએ ભીલડીમાં જાહેર સભાની તૈયારીઓની સમીક્ષા કરી.
વડાપ્રધાન ભીલડીથી ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના’નો 24મો હપ્તો જાહેર કરશે. દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને 18,680 કરોડ રૂપિયાથી વધુની સહાય મળશે. ગુજરાતના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને 1,051 કરોડ રૂપિયાથી વધુની સહાય પ્રાપ્ત થશે. આ સાથે વડાપ્રધાન બનાસ ડેરીના નવા પોટેટો એક્સપાન્શનનું લોકાર્પણ કરશે તેમજ થરાદ અને રાધનપુરમાં 2 નવા કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે.

