મૃતક કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતો હતો
વડોદરાના હરિનગર વિસ્તારમાં એક કોન્ટ્રાક્ટ ઇલેક્ટ્રિશિયનનું વીજ કરંટ લાગવાથી મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે વીજ લાઇન બંધ કરવા છતાં, વીજ કરંટ લાગવાથી ઇલેક્ટ્રિશિયનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ધર્મેન્દ્ર જયસ્વાલ વડોદરાના હરિનગર વિસ્તારમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા હતા. ધર્મેન્દ્ર પાવર લાઈન બંધ કરીને કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમને જોરદાર આંચકો લાગ્યો અને તેઓ થાંભલા સાથે ચોંટી ગયા. જ્યારે આસપાસના લોકોને આ વાતની ખબર પડી, ત્યારે તેઓએ દોરડું બાંધીને મૃતદેહને થાંભલા પરથી નીચે ઉતાર્યો અને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. જોકે, હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે જ્યારે કર્મચારી વીજ લાઇન બંધ કરીને થાંભલા પર ચઢી ગયો હતો, તો પછી કોણે લાઇન ચાલુ કરી? હવે આ ઘટનાની તપાસ થઈ રહી છે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન છે.

