ગોળ-હળદર ખાવાથી શરીરની ગંદકી થશે સાફ, શરીરના સોજા અને દુખાવા પણ મટશે દવા વિના
હળદર અને ગોળ બંને વસ્તુનો અલગ અલગ રીતે ઉપયોગ તો તમે પણ કર્યો હશે. પરંતુ શું તમે ક્યારેય ગોળમાં હળદર ઉમેરી તેની ગોળી બનાવીને ખાધી છે ? જો તમે રોજ આ ગોળી ખાવાનું રાખશો તો શરીરમાં જામેલી ગંદકી દૂર થઈ જશે અને શરીર નીરોગી રહેશે.
આયુર્વેદમાં હળદર અને ગોળને ગુણકારી ગણવામાં આવ્યા છે. આ બંને વસ્તુ એવી છે જે રસોડામાં સરળતાથી મળી રહે છે. ગળાશ માટે ગોળ ખાંડ કરતાં સારો વિકલ્પ છે. હળદરમાં પણ એવા તત્વો હોય છે જે શરીર માટે ફાયદાકારક છે. ગોળમાં કેલ્શિયમ અને પોટેશિયમ પણ હોય છે. જો તમે ગોળમાં હળદર ઉમેરી તેની ગોળી બનાવીને ખાવ છો તો શરીરની સાત સમસ્યા દૂર થાય છે અને શરીરમાં જામેલી ગંદકી પણ નીકળી જાય છે.
હળદરમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિબાયોટિક ગુણ હોય છે. ગોળ અને હળદરને સાથે ખાવાથી રોગપ્રતિકારો ક્ષમતા વધે છે. જેના કારણે શરીરને સંક્રમણ સામે લડવાની શક્તિ મળે છે. ઠંડીની ઋતુમાં રોજ સવારે ગોળ અને હળદરની ગોળી ખાઈ લેવાથી શરદી, ઉધરસથી બચી શકાય છે.
ગોળ પાચન માટે લાભકારી છે. તે પાચનને ઉત્તેજિત કરે છે. હળદર પેટના સોજા ને ઘટાડે છે અને ગેસની તકલીફને પણ મટાડે છે. જે લોકોને આ સમસ્યા હોય તેમણે ગોળ અને હળદરનું સેવન કરવું જોઈએ.
ગોળ અને હળદરને સાથે ખાવાથી રક્ત શુદ્ધ થાય છે. તેનાથી શરીરમાં જામેલા વિશક્ત પદાર્થ બહાર નીકળી જાય છે. હળદર લોહીને પાતળું કરવામાં પણ મદદ કરે છે. હળદર અને ગોળ ખાવાથી રક્તના ગાંઠ જામી જતા અટકે છે. હળદરમાં સોજો ઉતારવાના અને દુખાવો ઓછો કરવાના ગુણ હોય છે. હળદર અને ગોળ એકસાથે ખાવાથી સોજો ઉતરે છે અને સાંધાના દુખાવામાં પણ રાહત થાય છે.
મહિલાઓ માટે પણ ગોળ અને હળદર ફાયદાકારક છે. ગોળ અને હળદર નિયમિત ખાવાથી માસિકની અનિયમિતતાથી રાહત મળે છે. સાથે જ માસિક ધર્મ દરમ્યાન થતા દુખાવામાં પણ રાહત રહે છે. તેનાથી એનિમિયાની તકલીફ પણ દૂર થાય છે.
કેવી રીતે કરવો હળદર અને ગોળનો ઉપયોગ ,?
ગોળ અને હળદરને પાણીમાં ઉકાળીને પણ પી શકાય છે. આ સિવાય થોડો ગોળ લઈ તેમાં ચપટી હળદર મિક્સ કરીને તેની ગોળી બનાવીને પણ ખાઈ શકાય છે. તેનાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે અને રક્ત શુદ્ધ થાય છે.