ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન નહીં જાય ટીમ ઈન્ડિયા

Reena Brahmbhatt
1 Min Read

ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન નહીં જાય ટીમ ઈન્ડિયા

નવી દિલ્હી, તા.11 : પાકિસ્તાનની યજમાનીમાં યોજાનાર આગામી ચેમ્પિયન્સ ટ્રોફીના ભારતના મુકાબલા દુબઈ અથવા શ્રીલંકામાં રમાડવામાં આવી શકે છે. કાશ્મીરમાં એક પછી એક આતંકી હુમલા અને પાકિસ્તાનની ભારત વિરોધી નીતિઓને ધ્યાને લઈ ટીમ ઈન્ડિયા ક્રિકેટ રમવા પાકિસ્તાન જાય તેવી સંભાવના નહીંવત હોવાનું સૂત્રો કહે છે. બીસીસીઆઇ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની તમામ મેચ જે લાહોરમાં રમાવાની છે તે પાકિસ્તાન બહાર એટલે કે હાઇબ્રિડ મોડમાં દુબઈ અથવા શ્રીલંકામાં રમાડવા આઇસીસીને અપીલ કરી શકે છે.

- Advertisement -

rahul kohli rohit

ફેબ્રુઆરી ર0રપમાં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરાયું છે. બીસીસીઆઇનાં સૂત્રો અનુસાર ભારત પોતાના મેચ અન્ય દેશમાં રમાડવાનો આગ્રહ કરી શકે છે. અગાઉ એશિયા કપ સિરીઝમાં પણ ભારતીય ટીમ પાકિસ્તાન ગઈ ન હતી અને ભારતના મેત શ્રીલંકામાં રમાડવામાં આવ્યા હતા. છેલ્લે ર008માં ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. ત્યાર બાદ મુંબઈમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં ક્રિકેટ રમવાનો ઈનકાર કરી દીધો છે. ર01ર-13માં પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી હતી અને 3 વન ડે તથા બે ટી-ર0 રમ્યા હતા. પીસીબીએ ઘડેલા કાર્યક્રમ મુજબ ભારત અને પાકિસ્તાન બન્ને ગ્રુપ એમાં છે અને 1 માર્ચે લાહોરમાં મુકાબલો થશે.

- Advertisement -
Share This Article