વલસાડ, ડાંગ અને સુરતમાં પણ 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 3 Min Read

4 દિવસ પહેલા આવવા છતાં ચોમાસું માત્ર અમુક જિલ્લાઓ પૂરતું મર્યાદિત છે

અમદાવાદ, 22 જૂન રાજ્યમાં આ વર્ષે 4 દિવસ વહેલા એટલે કે 11મી જૂને ચોમાસાનું આગમન થયું હોવા છતાં તે હજુ પણ કેટલાક જિલ્લાઓ સુધી મર્યાદિત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 252 તાલુકામાંથી માત્ર 30 તાલુકાઓમાં જ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં નવસારીથી આગળ ચોમાસુ આગળ વધ્યું નથી. જો કે સૌરાષ્ટ્ર અને અન્ય કેટલાક ભાગોમાં વરસાદ થયો છે પરંતુ તે નોંધપાત્ર નથી.

- Advertisement -

રાજ્યમાં ચોમાસું પ્રવેશ્યાના 10 દિવસ પછી પણ તે દક્ષિણ ગુજરાતના નવસારી પૂરતું મર્યાદિત છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા ઝરમર અને મધ્યમ વરસાદ નોંધાયા છે. મુશળધાર વરસાદની ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના ભાવનગરમાં 2.25 ઈંચ વરસાદ નોંધાયો છે.

Weather Report 1

- Advertisement -

વલસાડમાં શનિવાર સવારથી મુશળધાર વરસાદ ચાલુ છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4.5 ઈંચ વરસાદ પડી ગયો છે. વલસાડના વાપીમાં 43 મીમી, વલસાડમાં 36 મીમી, કપરાડામાં 18 મીમી, પારડીમાં 12 મીમી અને ધરમપુરમાં 7 મીમી વરસાદ નોંધાયો છે. સુરતના ચૌર્યાસીમાં 3 મીમી, ડાંગના વઘાઇમાં 2 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી ભાવનગરમાં વરસાદ શરૂ થયો હતો. રાત્રે થોડા વિરામ બાદ શનિવારે સવારથી વરસાદ ચાલુ રહ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવો અને મધ્યમ વરસાદ પડશે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અમુક જગ્યાએ હળવો અને અન્ય સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સ્થિતિ યથાવત રહેશે. સૌરાષ્ટ્રના જિલ્લા જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં હળવા વરસાદની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં 23 જૂને ભારે વરસાદ પડશે.

- Advertisement -

આ ઉપરાંત બોટાદ શહેરમાં પણ શુક્રવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજે 6 વાગ્યા બાદ ભારે વરસાદ પડ્યો હતો. ભાવનગર રોડ પર ઘૂંટણ સુધી પાણી જમા થયા છે. શહેરના ઢાંકણીયા રોડ પર આવેલ તુલસી નગર-2માં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. નડિયાદ શહેરના ડભાણ, મંજીપુરા, સિલોડ, યોગીનગર, પીપલગ સહિતના વિસ્તારોમાં શુક્રવારે મોડી રાત્રે વરસાદ પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

છેલ્લા 24 કલાકમાં અનેક તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. વલભીપુર 37 મીમી, રાણપુર 22 મીમી, ચીખલી 20 મીમી, ઉમરાળા 19 મીમી, પારડી 19 મીમી, ચુડા 19 મીમી, કવાંટ 15 મીમી, ભાવનગર શહેર 14 મીમી, બોટાદ 14 મીમી, વાપી 13 મીમી, સોજિત્રા 8 મીમી, બારવા 8 મીમી 7, જેસોરમાં 7 મીમી, કપરાડા 6 મીમી, ખેરગામ 6 મીમી, બાબરામાં 6 મીમી અને ગઢડામાં 4 મીમી વરસાદ નોંધાયો છે.

Share This Article