Japan Rice Crisis: ચોખાની ભારે કટોકટીથી જાપાનમાં હડકંપ: ભાવ બમણાં, મંત્રીનું રાજીનામુ, વડાપ્રધાન પર દબાણ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Japan Rice Crisis: જાપાનમાં આજકાલ ચોખાની ગંભીર કટોકટી ઊભી થઈ છે. શુક્રવારે તા. ૨૩ મેના દિવસે પ્રસિદ્ધ કરાયેલા મોંઘવારીના આંકડા ઉપરથી જાણવા મળ્યું છે કે ગત વર્ષના પ્રમાણમાં આ વર્ષે ચોખાની કિંમતમાં ૯૮ ટકા વધારો થયો છે, એટલે કે ભાવ લગભગ બમણાં થઈ ગયા છે. આ કટોકટી હલ ન થઈ શકતાં ખાદ્યાન્ન મંત્રીને ત્યાગપત્ર આપવું પડયું છે સાથે વડાપ્રધાન શિગેરૂ ઈશિબા માટે આ કટોકટી માથાનો દુ:ખાવો બની ગઈ છે.

આ અચાનક ભાવ વૃદ્ધિનાં ૪ મુખ્ય કારણો છે (૧) પહેલું કારણ તે છે કે, ૨૦૨૩માં રેકોર્ડ ગરમીને લીધે ચોખાનું ઉત્પાદન ઘટી ગયું છે. (૨) બીજું કારણ તે છે કે ૨૦૨૪માં ભૂકંપની ચેતવણીથી લોકોએ ગભરાટમાં મોટા પાયે ચોખાની ખરીદી શરૂ કરી હતી. જાપાનમાં મુખ્ય ખાદ્યાન્ન જ ચોખા છે. તેથી તેનો સંગ્રહ કરવા પડાપડી થઈ હતી. (૩) વધુ કારણ તે છે કે જાપાનમાં પર્યટકોની સંખ્યા ખૂબ વધી છે. તેઓ ચોખા અને સુશીની ડીશ બીજી કોઈ પણ ડીશ કરતાં વધુ પસંદ કરે છે તેથી ચોખાની માંગ વધી જતાં ભાવ વધી જાય તે સહજ છે. વળી સંઘરાખોરી પણ થાય છે.

- Advertisement -
Share This Article