India Slams Pakistan at UN: UNમાં ભારતનો સખ્ત પ્રહાર, નિર્દોષ નાગરિકોની હત્યા અને ધાર્મિક સ્થળો પર હુમલાનો ખુલાસો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

India Slams Pakistan at UN: ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના પાખંડની પોલ ખોલતા કહ્યું કે, એક એવો દેશ જે આતંકવાદી અને નાગરિકોની વચ્ચે કોઈ અંતર નથી કરતું તેને નાગરિકોની સુરક્ષા વિશે બોલવાનો કોઈ અધિકાર નથી. પાકિસ્તાની સેનાએ આ મહિનાની શરૂઆતમાં જાણીજોઈને ભારતીય સરહદી ગામો પર ગોળીબાર કર્યો, જેમાં નાગરિકોના મોત નિપજ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રમાં લગાવી ફટકાર

- Advertisement -

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત પાર્વથાનેની હરીશે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની જાહેર ચર્ચમાં કહ્યું કે, ‘ભારતે અનેક પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી હુમલાનો સામનો કર્યો છે. જેમાં મુંબઈ શહેરમાં 26/11ના હુમલાથી લઈને પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓને ક્રૂરતા પૂર્વક કરવામાં આવેલી સામૂહિક હત્યા સામેલ છે. પાકિસ્તાની આતંકવાદનો શિકાર મુખ્યત્વે સામાન્ય નાગરિક થયા છે, કારણ કે તેનો હેતુ અમારી સમૃદ્ધિ, પ્રગતિ અને મનોબળ પર હુમલો કરવાનો હોય છે. આવો દેશનું નાગરિકોની સુરક્ષા પર ચર્ચામાં ભાગ લેવો આંતરરાષ્ટ્રીય સમુદાયનું અપમાન છે.’

- Advertisement -

આ વિશે વધુમાં તેમણે કહ્યું કે, ‘આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાની સેનાએ જાણીજોઈને ભારતીય સરહદી ગામો પર ગોળીબાર કર્યો, જેમાં 20થી વધુ નાગરિકોના મોત નિપજ્યા અને 80થી વધારે ઈજાગ્રસ્ત થયા. ગુરૂદ્વારા, મંદિરો, હોસ્પિટલને પણ જાણીજોઈને નિશાનો બનાવવામાં આવ્યા. આ પ્રકારના વ્યવહાર બાદ ઉપદેશ આપવા ઘોર પાખંડ છે. આતંરરાષ્ટ્રીય સમુદાયે આતંકવાદના મુદ્દે એકજૂટ થવું જોઈએ. નાગરિકો પર કોઈપણ હુમલો આતંરરાષ્ટ્રીય કાયદા, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે.

પાકિસ્તાને વારંવાર નાગરિકોની આડમાં આતંકવાદને વધાર્યો

નોંધનીય છે કે, પાકિસ્તાન વારંવાર નાગરિકોની આડમાં આતંકવાદને વધારે છે. હાલમાં જ આપણે જોયું કે, વરિષ્ઠ સરકારી અધિકારીઓ, પોલીસ અને સૈન્ય અધિકારીઓ ‘ઓપરેશન સિંદૂર’માં મોતને ઘાટ ઉતારવામાં આવેલા આતંકવાદીઓના જનઝામાં પહોંચ્યા હતા.

Share This Article