India-Pakistan Tensions: જર્મનીએ ભારતની આતંકવાદ સામે કાર્યવાહીનું મજબૂત સમર્થન આપ્યું

Arati Parmar
By Arati Parmar 2 Min Read

India-Pakistan Tensions: જર્મનીએ આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં ભારતની કાર્યવાહીનું મજબૂતીથી સમર્થન કર્યું છે. જર્મન વિદેશ મંત્રી યોહાન વાડેફુલે શુક્રવારે બર્લિનમાં વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન વાડેફુલે કહ્યું કે, ‘ભારતને આતંકવાદ વિરૂદ્ધ પોતાની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે. 22 એપ્રિલે ભારત પર થયેલા ક્રૂર આતંકવાદી હુમલાથી અમે સ્તબ્ધ હતા. અમે આ નાગરિકો પર થયેલા હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરીએ છીએ. અમારી ઊંડી સંવેદનાઓ તમામ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. બંને પક્ષો સાથે સૈન્ય કાર્યવાહી બાદ ભારતને નિશ્ચિત રીતે આતંકવાદ વિરૂદ્ધ પોતાની રક્ષા કરવાનો અધિકાર છે. હવે યુદ્ધવિરામ લાગુ થઈ ગયું છે, તેના અમે ખુબ વખાણ કરીએ છીએ.’

વિદેશ મંત્રી વાડેફુલે કહ્યું કે, ‘જર્મની અને ભારત વર્ષોથી આતંકવાદ વિરૂદ્ધ લડાઈમાં સમર્થનને પ્રોત્સાહન આપી રહ્યા છે. અમે તેને વધુ ગાઢ બનાવવાનો ઇરાદો રાખીએ છીએ. જર્મની આતંકવાદ વિરૂદ્ધ કોઈપણ લડાઈનું સમર્થન કરશે. આતંકવાદનું વિશ્વમાં ક્યાંય પણ સ્થાન ન હોવું જોઈએ. એટલા માટે અમે દર એ વ્યક્તિનું સમર્થન કરીશું જે આતંકવાદ સામે લડી રહ્યા છે. અમે આ વાતના ખુબ વખાણ કરીએ છીએ કે યુદ્ધવિરામ થઈ ગયું છે. અમને આશા છે કે, ટૂંક સમયમાં જ સમાધાન નિકળશે.’

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, ‘જર્મન સરકારે એ સમજ વ્યક્ત કરી છે કે દરેક દેશને આતંકવાદ વિરૂદ્ધ પોતાની રક્ષા કરવાનો અધિકાર છે. ભારત આતંકવાદને ક્યારેય સહન નહીં કરે અને પરમાણુ બ્લેકમેલની સામે પણ નહીં ઝૂકે. ભારત પાકિસ્તાન સાથે સંપૂર્ણ રીતે દ્વિપક્ષીય રીતે લડશે અને આ મામલે કોઈને કોઈ ભ્રમ ન હોવો જોઈએ.’

Share This Article