Fruits for Constipation Relief: કબજિયાતથી તાત્કાલિક રાહત માટે ખાવો આ 5 ફળો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Fruits for Constipation Relief: કબજિયાતની સમસ્યા થવી એ ખૂબ જ સામાન્ય બાબત છે. પરંતુ ક્યારેક આ સામાન્ય લાગતી બાબત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જ્યારે તમને કબજિયાત થાય છે, ત્યારે તમારે પેટમાં ખેંચાણ, દુ:ખાવો, બ્લોટિંગ વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ તમે કેટલીક વસ્તુઓનું સેવન કરીને કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. અમે તમને કેટલાક એવા ફળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ખાવાથી તમે કબજિયાતથી તાત્કાલિક રાહત મેળવી શકો છો.

નાશપતી

- Advertisement -

કબજિયાત માટે નાશપતી ખૂબ જ ફાયદાકારક હોય છે. તે પેટને નરમ રાખે છે અને તેમાં રહેલા ફાઈબર મળને નરમ મુલાયમ બનાવે છે, જેનાથી તે સરળતાથી બહાર નીકળે છે. નાશપતીમાં સોર્બિટોલ નામની નેચરલ શુગર પણ હોય છે જે પાણીને આંતરડામાં ખેંચે છે અને મળને નરમ બનાવે છે.

કીવી

કીવી પણ કબજિયાતમાંથી રાહત આપનારું ફળ છે. તેમાં ફાઈબર અને એક  એન્ઝાઈમ એક્ટિનિડિન હોય છે જે પાચનમાં મદદ કરે છે. દરરોજ એક કે બે કીવી ખાવાથી આંતરડાના કાર્યમાં સુધારો થાય છે, ખાસ કરીને એ લોકો માટે જેઓ IBSથી પીડાય છે.

પ્રૂન (Prunes)

પ્રૂન (આલૂબુખારા) ખાસ કરીને કબજિયાત માટે ખૂબ સારું છે. તેમાં ફાઈબર અને સોર્બિટોલ બંને હોય છે, જે શરીરમાં એક નેચરલ લેક્સેટિવની જેમ કામ કરે છે. દરરોજ થોડા પ્રૂન ખાવાથી મળ નિયમિત થાય છે અને કબજિયાતની સમસ્યા ઓછી થઈ જાય છે.

બેરી

રાસબેરી, સ્ટ્રોબેરી અને બ્લુબેરી જેવા બેરી સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે ફાઈબર અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે. દરરોજ થોડી માત્રામાં બેરી ખાવાથી કબજિયાત ઓછી થાય છે અને બળતરા પણ ઓછી થાય છે. તેને દહીં અથવા ઓટ્સ સાથે પણ ખાઈ શકાય છે.

અંજીર

અંજીર ભલે તાજા હોય કે સૂકા તે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં સોલ્યૂબલ અને ઈનસોલ્યૂબલ ફાઈબર હોય છે જે મળને નરમ બનાવે છે. જો તમે 2-3 સૂકા અંજીરને રાતે પલાળી રાખો અને સવારે ખાઓ તો તે કબજિયાત માટે ખૂબ જ સારો ઘરેલું ઉપાય છે.

Share This Article