Liver Health Ayurvedic Tips: આયુર્વેદિક ટેવો: લિવરના સોજા અને નબળાઈ દૂર કરવા માટે 3 અસરકારક ઉપાય

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Liver Health Ayurvedic Tips: લિવર તમારા શરીરનું એક શક્તિશાળી અંગ છે જે તમને હેલ્ધી રાખવા માટે કામ કરે છે. તે ખોરાકને પચાવવામાં મદદ કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે. તે ચોક્કસપણે તમને સ્વસ્થ રાખવા માટે ઘણું બધું કરે છે પરંતુ તમારામાંથી મોટાભાગના લોકો તેના વિશે ત્યાં સુધી નથી વિચારતા જ્યાં સુધી તે શરીરમાં સમસ્યાનું કારણ ન બને. જ્યાં તેને માત્ર એક ફિલ્ટર તરીકે જોવામાં આવે છે પરંતુ આયુર્વેદમાં લિવર માત્ર એક ફિલ્ટર નથી. શરીરમાં સંતુલન જાળવવા માટે તે એક મહત્વપૂર્ણ અંગ છે.

લિવર બ્લડ વેસલ સૂત્ર સાથે જોડાયેલું છે, જે  શરીરમાં લોહી અને પિત્તનું વહન કરતી એક નળી હોય છે. જ્યારે આ સિસ્ટમ બગડી જાય ત્યારે તેની આખા શરીર પર અસર પડે છે. તેનું હેલ્થ બગડવાથી તમારી કિડની, પેટ અને તમારા હૃદય પર પણ ખૂબ જ ખરાબ અસર પડે છે. તેથી તેને સ્વસ્થ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

- Advertisement -

લિવરનું સ્વાસ્થ્ય પિત્ત દોષ સાથે જોડાયેલું છે

આયુર્વેદ પ્રમાણે લિવરનું સ્વાસ્થ્ય પિત્ત દોષ સાથે જોડાયેલું છે, જે ગરમી અને પાચનને નિયંત્રિત કરતી એનર્જી છે. વધુ પડતું મસાલેદાર, ખારું કે ખાટા ખોરાક ખાવાથી અથવા વધુ પડતું આલ્કોહોલ પીવાથી પિત્ત દોષ બગડી શકે છે. પિત્ત દોષ ખરાબ થવાથી લિવર સેલ્સને નુકસાન પહોંચી શકે છે અને વૃદ્ધત્વના પ્રારંભિક સંકેતો પણ દેખાઈ શકે છે. આયુર્વેદમાં બીજો મહત્વપૂર્ણ કોનસેપ્ટ છે જેને અગ્નિ કહેવામાં આવે છે. જે ખોરાકને રસ ધાતુમાં રૂપાંતરિત કરે છે, જે શરીરના તમામ સેલ્સ માટે જરૂરી પોષક  છે.

લિવરના સોજા અને નબળાઈની રામબાણ ઈલાજ છે 3 ટેવ

લિવરની અંદર ભૂત અગ્નિ નામની પાંચ ખાસ ફ્લેમ્સ હોય છે જે આ પ્રોસેસમાં મદદ કરે છે અને લિવરને સ્વસ્થ રાખે છે. આજે અમે તમને ડોકટરો દ્વારા જણાવવામાં આવેલી ત્રણ આયુર્વેદિક ટેવો વિશે જણાવીશું જેને અપનાવીને તમે લિવરને નેચરલી ઠીક કરી શકો છો. આ ટેવમાં વધુ મસાલેદાર ખોરાક ટાળો, લિવર ફ્રેન્ડલી ફૂડ (ઓટ્સ, ચોખા, ફળો, શાકભાજી જેમ કે ગાજર અને બીટ, ઘી, દૂધ અને માખણ) ખાવા અને લિવર ફ્રેન્ડલી હર્બ્સ (હળદર, લસણ, આદુ, જીરું, કાળા મરી અને વરિયાળી) જેવી વસ્તુ ખાવી.  આ ત્રણ ટેવ લિવરના સોજા અને નબળાઈનો રામબાણ ઈલાજ છે.

Share This Article