Gold Price Rise Today: સોનામાં ફરી તેજી: ચાર દિવસના ઘટાડા પછી આજે ₹1,500નો ઉછાળો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Gold Price Rise Today: મુંબઈ ઝવેરી બજારમાં આજે સોેના-ચાંદીના ભાવ ઘટતા અટકી ફરી ઝડપી ઉછળ્યા હતા. વિશ્વ બજાર વધતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલર આંચકા પચાવી ફરી ઉંચકાતાં દેશના ઝવેરી બજારોમાં આજે નીચા મથાળે નવી વેચવાલી ધીમી પડી હતી તથા માનસ લેવાનું રહ્યું હતું.

અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ જે પાછલા ચાર દિવસમાં રૂ.૪૫૦૦ તૂટયા હતા તે આજે ઘટયા મથાળેથી રૂ.૧૫૦૦ વધી ફરી રૂ.૯૭ હજારની ઉપર ગયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ રૂ.૨૫૦૦ ઉંચકાયા હતા.

- Advertisement -

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૨૩૦થી ૩૨૩૧ વાળા વધી ઉંચામાં ભાવ ૩૨૬૫ થઈ ૩૨૪૧થી ૩૨૪૨ ડોલર રહ્યાના સમાચાર હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડમાં પીછેહટ વચ્ચે તેમ જ ક્રૂડની તેજી વચ્ચે વૈશ્વિક સોનામાં નીચા મથાળે ફંડો ફરી દાખલ થયાના વાવડ હતા.

વિશ્વ બજાર પાછળ અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ વધી ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૯૭૨૦૦ તથા ૯૯૯ના રૂ.૯૭૫૦૦ બોલાતા થયા હતા. અમદાવાદ ચાંદીના ભાવપુ વધી રૂ.૯૭૫૦૦ રહ્યા હતા.

- Advertisement -

વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૩૨.૩૮થી ૩૨.૩૯ વાળા વધી ઉંચામાં ૩૩.૮૩ થઈ ૩૨.૫૯થી ૩૨.૬૦ ડોલર રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૨૭૦૩ વાળા ઉછળી રૂ.૯૩૯૬૬ જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૩૦૭૬ વાળા રૂ.૯૪૩૪૪ રહ્યા હતા.

મુંબઈ ચાંદીના ભાપવ જીએસટી વગર રૂ.૯૪૦૯૫ વાળા આજે વધી રૂ.૯૬૮૨૦ બોલાયા હતા. દરમિયાન, મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશદીઠ વધી ૯૯૫ થઈ ૯૮૮થી ૯૮૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ જો કે ઘટી ૯૩૮થઈ ૯૪૫થી ૯૪૬ ડોલ ર રહ્યા હતા.

- Advertisement -

વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ ૬૬.૨૦ વાળા નીચામાં ૬૪.૬૩ થયા પછી ફરી વધી ૬૫.૭૧ થઈ ૬૫.૬૯ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૬૧.૬૫ તથા ઉંચામાં ૬૨.૭૭ ડોલર રહ્યા હતા. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની સાઉદી એરબિયાની મુલાકાત પર બજારની નજર હતી.

Share This Article