India WTC 2025-27 points table: ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે ટેસ્ટ મેચની સીરિઝ પૂર્ણ થયા બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27ના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભારતે ઘરેલુ સીરિઝમાં વેસ્ટ-ઈન્ડિઝને ક્લીન સ્વીપ આપતા ત્રીજા સ્થાને મજબૂતી બનાવી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા હજી પણ પહેલા સ્થાન પર યથાવત્ છે. ઈંગ્લેન્ડ અને શ્રીલંકા ટોપ-4ના સ્થાને છે, જ્યારે વેસ્ટ-ઈન્ડિઝે હજી પણ એક પણ પોઈન્ટ હાંસલ નથી કર્યો.
ભારતની દમદાર વાપસી
ઈંગ્લેન્ડ સામે 2-2ની સીરિઝ ડ્રો થયા બાદ ભારતે વેસ્ટ ઈન્ડિઝને પણ ઘરેલુ મેદાન પર હરાવી શાનદાર પ્રદર્શન કર્યું છે. શુભમન ગિલની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે પહેલા ટેસ્ટની એક ઇનિંગ અને 140 રનથી જીત નોંધાવી હતી, જ્યારે દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ક્લીન સ્વીપ આપી ટેસ્ટ સીરિઝ પોતાના નામે કરી. આ જીત સાથે ભારતે માત્ર પોતાની સ્થિતિ મજબૂત કરી નથી પણ 61.90 ટકાના એવરેજ સાથે પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી છે.
ઓસ્ટ્રેલિયા પહેલા સ્થાને
ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને ત્રણે ટેસ્ટ મેચમાં હરાવી સીરિઝ પોતાના નામે કરી હતી. તેણે કૂલ 36 પોઈન્ટ હાસિલ કર્યા હતા અને હાલમાં ટીમ ઈન્ડિયા પહેલા સ્થાને યથાવત છે. જ્યારે શ્રીલંકાની ટીમે બે મેચમાં એક જીતી અને એક ડ્રો હાંસલ કરી 16 પોઈન્ટ મેળવ્યા છે. શ્રીલંકાની ટીમ 66.67 ટકા સાથે બીજા સ્થાને યથાવત છે. ભારતે 7 ટેસ્ટ મેચ રમી છે જેમાંથી 4 મેચ જીતી છે. હાલમાં ટીમ ઈન્ડિયા ત્રીજા સ્થાન પર છે.
ઇંગ્લેન્ડની ટીમે પણ ભારત સામેની બે ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો અને એક મેચ ડ્રો કરી હતી. ઈંગ્લેન્ડના ખાતામાં 26 પોઈન્ટ છે અને ટીમ ઇંગ્લેન્ડ ચોથા સ્થાને છે. ત્યારે, બાંગ્લાદેશે બે મેચમાં એક હારનો અને એક ડ્રો મેચ રમી છે અને માત્ર 4 પોઈન્ટ સાથે 16.67 ટકા પર યથાવત છે.વેસ્ટ ઈન્ડિઝની સ્થિતિ હાલમાં નાજુક છે. અત્યાર સુધી ઈન્ડિઝે પાંચ ટેસ્ટ મેચ રમી છે અને બધી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ કારણે વેસ્ટ ઈન્ડિઝની ટીમનો પોઈન્ટ 0 છે. સતત હારને કારણે વેસ્ટ ઈન્ડિઝની ટીમ દબાણમાં છે.