Drishti Satellite: બેંગલોરની GalaxEye 2026માં લોન્ચ કરશે ભારતની પહેલી પ્રાઇવેટ કમર્શિયલ સેટેલાઇટ દૃષ્ટિ, એડવાન્સ ટેક્નોલોજી સાથે સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં નવી સિદ્ધિ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Drishti Satellite: બેંગલોરની સ્પેસ-ટેક કંપની GalaxEye ભારતની પહેલી પ્રાઇવેટ કમર્શિયલ સેટેલાઇટ ‘દૃષ્ટિ’ને આવતાં વર્ષે લોન્ચ કરી રહી છે. 2026ના માર્ચ સુધીમાં એને લોન્ચ કરવામાં આવશે. ભારતના પ્રાઇવેટ સેક્ટરમાં આ ખૂબ જ મોટી સિદ્ધિ છે. આ એક 160 કિલોગ્રામની સેટેલાઇટ છે જેને SpaceX મિશન હેઠળ લોન્ચ કરવામાં આવશે. ઇન્ડિયાની સ્પેસ ઇન્ડસ્ટ્રી માટે આ ખૂબ જ મોટી વાત છે જ્યાં કમર્શિયલ સેટેલાઇટને લોન્ચ કરવામાં આવી રહી છે.

દૃષ્ટિમાં છે લેટેસ્ટ ટેક્નોલોજી

- Advertisement -

દૃષ્ટિ સેટેલાઇટ્સમાં GalaxEyeની SyncFused OptoSAR ઇમેજિંગ ટેક્નો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં ઓપ્ટિકલ અને સિન્થેટિક એપર્ચર રડારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બન્ને ટેક્નોલોજી સિંગલ પ્લેટફોર્મ પર કામ કરશે. પહેલી વાર આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ દુનિયામાં કોઈ કરી રહ્યું છે. આ સેટેલાઇટ્સની મદદથી એડવાન્સ જિયોસ્પેશિયલ એનાલિસિસ ડેટા મળશે. બોર્ડર સર્વેલન્સ, ડિસાસ્ટર મેનેજમેન્ટ, ડિફેન્સ યુટિલિટીઝ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોનિટર કરવા જેવી ઘણી બાબતો માટે એનો ઉપયોગ કરી શકાય છે.

Share This Article