Peanut Barfi Recipe: બરફી ભારતની પ્રખ્યાત મીઠાઇ છે. સામાન્ય રીતે બરફી દૂધના માવ માંથી બનાવવામાં આવે છે. જો કે આજકાલ માવમાં ભેળસેળ થાય છે. ભેળસેળ વાળો માવો ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન આવે છે. જો બરફી ખાવાના શોખીન છે અને આરોગ્યની પણ ચિંતા છે તો તમારે પીનટ બરફી ટ્રાય કરવી જોઇએ. સીંગદાણા, ગોળ અને ઘી માંથી બનતી બરફી સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ હોય છે. આ બરફી ઓછા સમયમાં ઝડપથી બની જાય છે. ઉપરાંત તેમા ખાંડના બદલે ગોળ વપરાય છે જે શરીર માટે ફાયદાકારક છે.
પીનટ બરફી બનાવવા માટે સામગ્રી
- શેકેલા સીંગદાણા
- ગોળ
- એલચી પાઉડર
- ઘી
પીનટ બરફી બનાવવા માટે સૌથી પહેલા ગેસ ચાલુ એક કડાઇમાં કાચા સીંગદાણા શેકી લો. સીંગદાણાની છાલ સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવા.
હવે હાથ વડે શેકેલા સીંગદાણાના ફોંતરા કાઢી લો. ત્યાર પછી મિક્સર જારમાં સીંગદાણા નાંખી બારીક પાઉડર બનાવી લો. જો સીંગદાણા બરાબર પીસાયા ન હોય તો ચારણી વડે ચાળી પણ શકાય છે.