Apple iPhone Fold Launch 2026: એપલ આઇફોન ફોલ્ડ: ડિસ્પ્લે નાની, લોન્ચ તારીખ 2026-27 સુધી વિલંબની શક્યતા

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Apple iPhone Fold Launch 2026: એપલના આઇફોન ફોલ્ડની ખૂબ જ આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. દુનિયાની મોટાભાગની કંપનીઓના એક ફોલ્ડ વર્ઝન માર્કેટમાં જરૂર છે. જોકે એપલ આ રેસમાં પાછળ છે. એપલ દ્વારા હવે આઇફોન ફોલ્ડ પર કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ પહેલાં ચર્ચા હતી કે એનામાં નાની ડિસ્પ્લે હોવાની વાતો ચાલી રહી છે.

ડિસ્પ્લે નાની હોવાની ચર્ચા

- Advertisement -

એપલના આઇફોન ફોલ્ડમાં પહેલાં 5.5 ઇંચ બંધ હોય ત્યારે અને ફોલ્ડ ખોલવામાં આવતાં 7.8 ઇંચની ડિસ્પ્લે હોવાની ચર્ચા ચાલી હતી. જોકે હવે એની જગ્યાએ બંધ હોય ત્યારે 5.38 ઇંચ અને ફોલ્ડ ઓપન હશે ત્યારે 7.58 ઇંચ હોવાની ચર્ચા ચાલી રહી છે. પહેલાં કરતાં આ સ્ક્રીનની સાઇઝ નાની હોવાથી એપલના રસિયાઓ માટે આ દુઃખદ વાત છે. આઇફોન મિનિ જ્યારે લોન્ચ કર્યો હતો ત્યારે પણ એની ડિસ્પ્લે 5.4 ઇંચની હતી. એટલે કે હાલમાં બંધ થઈ ગયેલા આઇફોન મિનિ કરતાં પણ ફોલ્ડની સાઇઝ નાની હોવાની ચર્ચા છે.

ધારણા કરતાં લંબાઈ શકે છે લોન્ચની તારીખ

એપલ 2026માં આઇફોન ફોલ્ડને લોન્ચ કરશે એવી ચર્ચા હતી. જોકે હવે એને લઈને એપલ અસમંજસમાં છે. એપલ દ્વારા આઇફોન ફોલ્ડને 2026માં લોન્ચ કરવામાં આવશે એવી ચર્ચા હજી પણ ચાલી રહી છે, પરંતુ એની ડિલિવરી 2027માં કરવામાં આવશે એવા એંધાણ છે. એપલ દ્વારા ફોલ્ડના હિન્જને લઈને ઘણી રાહ જોવામાં આવી રહી છે. આ કારણસર પ્રોડક્શનમાં મોડું થઈ શકે છે. તેમ જ એમાં ઘણાં ઇશ્યુ આવવાની પણ શક્યતા હોવાથી પ્રોડક્ટને લોકો સુધી પહોંચવામાં સમય લાગી શકે છે.

Share This Article